WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો
પીએસઆઇ ના નિયમો અને સિલેબસ અંગેનો પરિપત્ર - Rajasthan PTET

પીએસઆઇ ના નિયમો અને સિલેબસ અંગેનો પરિપત્ર

પીએસઆઇ ના નિયમો અને સિલેબસ અંગેનો પરિપત્ર



પીએસઆઇ ના નિયમો અને સિલેબસ અંગેનો પરિપત્ર
PSIની ભરતીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે. હવે દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે.

હવે વજન ધ્યાન પર નહીં લેવાય. આ સિવાય હવે 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે. જેમાં બે પેપર રહેશે. એક પેપર 200 માર્કનું અને Mcq આધારિત રહેશે. જ્યારે બીજું પેપર 100 માર્ક નું રહેશે. હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માંથી કરેલ કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે.
શું હોઈ શકે છે પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર
સબ-ઈન્સ્પેકટર સંવર્ગોની પરીક્ષા પહેલા (૧) શારીરિક કસોટી, (૨) પ્રિલીમ પરીક્ષા તથા (૩) મુખ્ય પરીક્ષા એમ ત્રણ તબક્કામાં લેવામાં આવતી હતી. જેના બદલે હવે (૧) શારીરિક કસોટી અને (૨) મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં જ લેવામાં આવશે. પહેલા સબ-ઈન્સ્પેકટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહિ.


પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે રદ્ કરવામાં આવેલ છે. આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામાં આવેલ છે. આમ, શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની Main Examination માં ભાગ લઈ શકશે.
પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની પ્રિલીમ પરીક્ષા(MCQ TEST) લેવામાં આવતી હતી અને આ પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટોરીયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર-૧(ગુજરાતી), પેપર-૨(અંગ્રેજી), પેપર-૩(સામાન્ય જ્ઞાન) તથા પેપર-૪ (લીગલ મેટર્સ) દરેકના ૧૦૦ ગુણ એમ કુલ-૪૦૦ ગુણની MCQ Test હતી.


હવે કુલ-૩૦૦ ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બે પેપર રહેશે. પેપર-૧(GENERAL STUDIES(MCQ)) 0૩ કલાકનું અને ૨૦૦ ગુણનું રહેશે તથા પેપર-૨(GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE) 03 કલાકનું અને ૧૦૦ ગુણનું રહેશે.


પેપર-૧ Part-A(૧૦૦ ગુણ) અને Part-B(૧૦૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે.
પેપર-૨ પણ Part-A(૭૦ ગુણ) અને Part-B(૩૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે અને આ પેપર-૨માં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે.
પેપર-૧ના દરેક ભાગમાં ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર-૨ ચકાસવામાં આવશે.
જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ, ગુજરાત પ્રોહીબીશન એક્ટ, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, પ્રિવેન્શન ઓફ એટ્રોસીટીસ એક્ટ, મોટર વ્હીકલ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવેલ છે.

અમારી TELEGRAM ચેનલમાં જોડાઓ
Stay connected with www.rajasthanptet.in/ for latest updates
Sponsored ads.

No comments

Powered by Blogger.