WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો
તલાટી કમ મંત્રી ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરવાના કારણોસર રદ થયેલ ઉમેદવારોની યાદી , ફટાફટ ચેક કરી લો તમારું નામ તો નથી ને - Rajasthan PTET

તલાટી કમ મંત્રી ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરવાના કારણોસર રદ થયેલ ઉમેદવારોની યાદી , ફટાફટ ચેક કરી લો તમારું નામ તો નથી ને

તલાટી કમ મંત્રી ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરવાના કારણોસર રદ થયેલ ઉમેદવારોની યાદી , ફટાફટ ચેક કરી લો તમારું નામ તો નથી ને



ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા તલાટી કમ મંત્રી ઉમેદવારોએ ડોકયુમેન્ટ અપલોડ નહી કરવા બદલ “Not eligible” રદ ગણવા અંગેની ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.Talati Cum Mantri Not eligible Candidates List 2023જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૭/૦૫/૨૦૨૩ના રોજ યોજવામાં આવેલ હતી. જેનું પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ તા.૧૬-૦૬-૨૦૨૩ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. જેમાં સમાવિષ્ટ કુલ ૪૬૩૫ ઉમેદવારોના ઓનલાઇન ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવા માટે ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ https://iass.gujarat.gov.in ઉપર ઓનલાઇન અપલોડ કરવા અંગેનો સમયગાળો તા.૨૦-૦૬-૨૦૨૩ ના રોજ બપોરે ૧૫:૦૦ કલાકથી તા.૦૧-૦૭-૨૦૨૩ રાત્રે ૨૩:૫૯ કલાક રાખવામાં આવેલ હતો. આ બાબતે પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારોને તેઓના રજીસ્ટર્ડ ઇ-મેઇલ આઇડી ઉપર ઇ-મેઇલથી જાણ કરવામાં આવેલ હતી, તેમજ ઉમેદવારોને તેઓના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર SMS થી પણ જાણ કરવામાં આવેલ હતી. તેમજ મંડળની વેબસાઇટ ઉપર જાહેરાત પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.





ઉપરાંત જે ઉમેદવારોએ ડોકયુમેન્ટ અપલોડ કરેલ ન હતા, તેઓને પુનઃ SMS કરીને પણ જાણ કરેલ હતી.તેમજ ડોકયુમેન્ટ અપલોડ કરવાની છેલ્લી તારીખ ૦૧-૦૭-૨૦૨૩ થી લંબાવીને તારીખ ૦૩-૦૭-૨૦૨૩ (સવારે ૧૧-૦૦ કલાક સુધી) કરવામાં આવેલ હતી. જે ઉમેદવારો ધ્વારા ડોકયુમેન્ટ અપલોડ કરેલ ન હતા, તેવા તમામ ઉમેદવારોને ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો સમયગાળો તા.૧૧-૦૭-૨૦૨૩ના સવારે ૧૧-૦૦ કલાક સુધી લંબાવેલ હતો, અને જે ઉમેદવારોએ ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નથી, તેમને ઇ-મેઇલ મોકલીને, તેમના ડોકયુમેન્ટ અપલોડ કરવા જાણ કરેલ હતી. તેમજ મંડળની વેબસાઇટ ઉપર ડોક્યુમેન્ટ અપલોડ કરવા અંગેની જાહેરાત પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.

આમ મંડળ ધ્વારા ઉમેદવારોને ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની પુરતી તક આપવામાં આવેલ છે. તેમ છતાં ૧૨૦ ઉમેદવારોએ ઓનલાઇન પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નથી, જેથી આવા ઉમેદવારો નોકરી મેળવવા ઇચ્છુક ન હોવાનું માનવાને પુરતુ કારણ રહે છે, આમ જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની ભરતી પ્રક્રિયા માટે આ સાથેના લીસ્ટમાં જણાવ્યા મુજબ કુલ-૧૨૦ ઉમેદવારોને ડોકયુમેન્ટ અપલોડ ન કરવાને કારણે “NOT ELIGIBLE” ગણી ,સદર ભરતી પ્રક્રિયા માટે વિચારણામાં લેવાના રહેતા નથી. તેવો મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જેની સબંધિત ઉમેદવારોએ નોધ લેવા વિનંતી છે.

મહત્વપૂર્ણ લિંક :

રદ થયેલ ઉમેદવારોની યાદીઅહી ક્લિક કરો
સત્તાવાર નોટિફિકેશનઅહી ક્લિક કરો


અમારી TELEGRAM ચેનલમાં જોડાઓ
Stay connected with www.rajasthanptet.in/ for latest updates
Sponsored ads.

No comments

Powered by Blogger.