WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો
પંડિત દિનદયાળ આવાસ યોજના 2023: ઓનલાઈન ફોર્મ ભરો - Rajasthan PTET

પંડિત દિનદયાળ આવાસ યોજના 2023: ઓનલાઈન ફોર્મ ભરો

પંડિત દિનદયાળ આવાસ યોજના 2023: નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી-વિમુક્ત જાતિઓના ઘર વિહોણા વ્યક્તિને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. પંડિત દીન દયાળ આવાસ યોજના 2023 હેઠળ લાભ મેળવવા ઈચ્છાતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર 01-05-2023 થી 31-05-2023 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.પંડિત દિનદયાળ આવાસ યોજના 2023

મૂળ ગુજરાત રાજ્યના વતની માટે યોજના.
મકાન બાંધવા માટે 1,20,000/-ની સહાય.
વાર્ષિક આવક મર્યાદા 6,00,000/-.
સામાજિક અને ન્યાય અને અધિકારીકતા વિભાગ અંતર્ગત યોજના
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી-વિમુક્ત જાતિ લોકો.
esamajkalyan.gujarat.gov.in પર જઈને અરજી કરવાની રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ : 31-05-2023

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ અને વિચરતી-વિમુક્ત જાતિના દરેક જીલ્લાના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે. વિચરતી વિમુક્ત જાતિ માટે લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ ચાલુ રાખવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન જે જીલ્લામાં લક્ષ્યાંક સામે અરજીઓ ન મળે તો ઉક્ત સમયગાળો લંબાવવામાં આવશે. જેથી અરજદારો ઓનલાઈન પોર્ટલ જોતા રહેવું.

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ અને વર્ષ ૨૦૨૨–૨૩ની આ યોજનાની જે જિલ્લાઓમાં ઓનલાઈન પડતર અરજીઓ છે તેવી અરજીઓ આગામી વર્ષ 2023-24 માં ચાલુ રાખવાનો નિર્ણય કરેલ છે. જેથી ઉક્ત સમયગાળામાં જે અરજદારોએ અરજી કરેલ હતી અને અરજી મંજુર થયેલ નથી તેવી પડતર અરજીઓ છે તે અરજદારોને ફરીથી અરજી કરવાની રહેશે નહી.

Pandit Dindayal Awas Yojana 2023


વર્ષ ૨૦૨૧-૨૨ અને વર્ષ ૨૦૨૨-૨૩ની ઓનલાઈન પડતર અરજીઓ વર્ષ ૨૦૨૩-૨૪ ના જે તે જીલ્લાના લક્ષ્યાંકને સિદ્ધિ કરવા માટે પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે ત્યારબાદ ચાલુ વર્ષની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે.

પંડિત દીનદયાળ આવાસ યોજના નો ઉદ્દેશ

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (વર્ષ 2023-24) દરમિયાન રૂ. 1,20,000ની મકાન સહાય માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જેમાં ત્રણ હપ્તામાં રકમ આપવામાં આવે છે પહેલા હપ્તામાં રૂ. 40,000 અને બીજા હપ્તામાં રૂ. 60,000ની રકમ મળવા પાત્ર છે. મકાન પૂરું થયા બાદ શૌચાલય બનાવી મકાનની તકતી માર્યા બાદ છેલ્લો હપ્તો 20,000 મળે છે. પહેલા હપ્તાની તારીખથી ૨ વર્ષમાં મકાનની કામગીરી પૂર્ણ કરવાની હોય છે.

જે તે જીલ્લામાં લક્ષ્યાંક કરતા વધુ અરજીઓ હશે તો જે સંપૂર્ણ ડોક્યુમેન્ટવાળી અરજીઓ હશે તેને જ ધ્યાને લેવામાં આવશે અને અધૂરા ડોક્યુમેન્ટવાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. જેથી સંપૂર્ણ માંગેલ વિગતો સહીત અરજી કરવાની રહેશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈનથી અપલોડ કરવાના રહેશે. અરજીની હાર્ડકોપી જીલ્લા કચેરીમાં આપવાની નથી – પરંતુ જરૂર જણાયે જીલ્લા કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા જયારે ઓરીજનલ ડોક્યુમેન્ટ મંગાવામાં આવે ત્યારે બતાવવાના/આપવાના રહેશે.

પંડિત દીનદયાળ આવાસ યોજના નો લાભ કોને મળવાપાત્ર છે?

લાભાર્થી મુળ ગુજરાત રાજ્યના વતની હોવો જોઈએ.
લાભાર્થી ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિ પૈકી કોઈ પણ જાતિના હોવો જોઈએ.
આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એકવાર જ મળવાપાત્ર છે.

આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા લાભાર્થી પાસે પોતાનું કાચું મકાન અથવા પ્લોટ હોવો જરૂરી છે.
અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્ય દ્વારા આ ખાતા અથવા અન્ય ગુજરાત રાજ્યના અન્ય કોઈ પણ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહિ.

પંડિત દીન દયાળ આવાસ યોજના 2023 હેઠળ લાભ લેવા માંગતા લાભાર્થી પરિવારની વાર્ષિક આવક રૂ.6,00,000થી વધુ ન હોવી જોઈએ.
BPL કાર્ડ ધારકને અગ્રતા આપવામાં આવશે.

પંડિત દિન દયાળ આવાસ યોજના સહાય રકમ

પંડિત દિનદયાળ આવાસ યોજનામાં લાભાર્થી ઉમેદવારને કુલ 1,20,000ની સહાય મળવા પાત્ર છે.પ્રથમ હપ્તો : રૂ. 40,000નો જે લાભાર્થીના ઘરનું કામ શરુ કરવામાં માટે આપવામાં આવે છે.
બીજો હપ્તો : રૂ. 60,000નો જે લાભાર્થીનું મકાન લીંટર લેવલે પોગે ત્યારે આપવામાં આવે છે.
ત્રીજો હપ્તો : રૂ. 20,000નો જે લાભાર્થીનું મકાન સંપૂર્ણ પૂરું થયા પછી આપવામાં આવે છે.
માપદંડઆવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં : રૂ. 6,00,000
આવક મર્યાદા શહેરી વિસ્તારમાં : રૂ. 6,00,000

પંડિત દીનદયાળ આવાસ યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ
 • અરજદારની જાતિ / પેટા જાતિનો દાખલો.
 • અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
 • આવકનો દાખલો
 • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
 • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
 • જમીન માલિકીનું આધાર / દસ્તાવેજ / અકારની પત્રક / હક પત્રક / સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
 • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી મંત્રી / સિટી તલાટી મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
 • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
 • BPLનો દાખલો
 • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
 • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
 • પાસબુક / કેન્સલ ચેક
 • અરજદારના ફોટો
 • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2023

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023ની અરજી માત્ર ઓનલાઈન જ સમાજ કલ્યાણ વિભાગની સત્તાવાર આપેલ વેબ સાઈટ પર જઈને જ કરવાની રહેશે.સૌપ્રથમ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
પ્રથમ વાર હોઈએ એટલે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
માંગેલ તમામ માહિતી ભરો અને સબમિટ કરો.
હવે લોગીન મેનુમાં પર ક્લિક કરો આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોર્ડ નાખો અને લોગીન કરો.

આ રીતે તમે સાઈટ પર લોગીન કરી શકશો.

જાહેરાત વાંચવા :-અહીં ક્લિક કરો

ઓનલાઈન ફોર્મ ભરવા :-અહીં ક્લિક કરો


અમારી TELEGRAM ચેનલમાં જોડાઓ
Stay connected with www.rajasthanptet.in/ for latest updates
Sponsored ads.

No comments

Powered by Blogger.