WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો
જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરો ઘરેબેઠા - Rajasthan PTET

જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરો ઘરેબેઠા

જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરો ઘરેબેઠા



જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ:રાજ્ય સરકાર દ્વારા જન્મ અને મરણ નું સર્ટિફિકેટ સરળતાથી લોકોને મળી રહે તે માટે એક ઇ ઓળખ નામનું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.લોકો સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ઘરેબેઠા ડાઉનલોડ કરી શકશે.જન્મ અને મરણ અધિનિયમ,1969 અંતર્ગત દરેક વ્યક્તિના જન્મનું અને મરણનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.આ પોસ્ટમાં જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ઘરેબેઠા કઈ રીતે ડાઉનલોડ કરવો તેની માહિતી મેળવીશું.


જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ઓનલાઈન ડાઉનલોડ

ગુજરાત સરકાર દ્વારા જન્મ અને મરણના દાખલા માટે જે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તેમાં જે લોકોએ આ પ્રમાણપત્ર મેળવવું હોય તેમને સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે.રજીસ્ટ્રેશન માં માંગેલી તમામ વિગતો ભર્યા બાદ આપને મોબાઈલ નંબર અથવા ઈમેલ પર એક લિંક મોકલવામાં આવશે તે લિંક ઓપન કરીને તમે જન્મ અથવા મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.

ઓનલાઈન જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

જન્મનો દાખલો એ વ્યક્તિ સાચી ઓળખ મેળવવા માટે પ્રમાણભૂત સર્ટિફિકેટ છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકોને વિવિધ સરકારી સુવિધાઓનો લાભ ઘરેબેઠા અને ધક્કા ખાધા વગર મળે એ માટે ઇ ઓળખ નામની એક સરકારી વેબસાઈટ શરૂ કરવામાં આવી હતી,આ પોર્ટલ દ્વારા લોકો જન્મ અને મરણના દાખલા ઓનલાઈન મેળવીને તેની પ્રિન્ટ કઢાવી શકશે.

ઓનલાઈન જન્મનો દાખલો ડાઉનલોડ કઈ રીતે કરવો?

જન્મનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે તમારી પાસે અરજી નંબર અથવા મોબાઈલ નંબર હોવો જરૂરી છે.અરજી નંબર જન્મની નોંધણી વખતે આપવામાં આવેલ મોબાઈલ નંબર પર સેન્ડ કરવામાં આવશે અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે આ જ નંબર ઉપયોગી થશે એટલે તેને સાચવીને રાખવો.
ગુજરાત જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

જન્મનો દાખલો એ વ્યક્તિની ઓળખ અને ઉંમર સાબિત કરવા માટે ખુબજ ઉપયોગી દસ્તાવેજ છે.જન્મનું પ્રમાણપત્ર સામાન્ય રીતે વ્યક્તિના જન્મ વખતે સરકાર દ્વારા આપવામાં આવે છે.સરકાર જન્મના દાખલા દ્વારા જન્મ તારીખ, જન્મનું સ્થળ અને માતા પિતાનું નામ વગેરે માહિતી સરકારી રેકર્ડમાં નોંધે છે.કોઈપણ બાળકનો જન્મ થાય એના 21 દિવસમાં જન્મની નોંધણી કરાવવી ફરજિયાત છે,નોંધણી કરાવ્યા બાદ આપવામાં આવેલ અરજી નંબરથી સરળતાથી ઓનલાઈન જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે.
જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરો ઘરેબેઠાસૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ eolakh.gujarat.gov.in ની મુલાકાત લો.
ત્યારબાદ ડાઉનલોડ સર્ટિફિકેટ બટન પર ક્લિક કરો.
નવા પેજમાં “જન્મ/મરણ”નો ઑપ્સન સિલેક્ટ કરો.
ત્યારબાદ અરજી નંબર અથવા મોબાઈલ નંબર અને જન્મ વર્ષ એન્ટર કરો.
છેલ્લે સર્ચ ડેટા બટન પર ક્લિક કરો અને જન્મ અથવા મરણ પ્રમાણપત્રની PDF ફાઇલ ડાઉનલોડ કરીને તેને ભવિષ્યના ઉપયોગ માટે સેવ કરી લો.

જન્મનો દાખલો ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
મરણનો દાખલો ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો




જન્મનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે?

જન્મનો દાખલો નોંધણી કરાવ્યા બાદ આપેલ અરજી નંબર અથવા મોબાઈલ નંબરથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે.

જન્મનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ કઈ છે?

eolakh.gujarat.gov.in પર જઈને જન્મ મરણના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે.
અમારી TELEGRAM ચેનલમાં જોડાઓ
Stay connected with www.rajasthanptet.in/ for latest updates
Sponsored ads.

No comments

Powered by Blogger.